દિ મેમોરી ગૂરૂ આફ ઇન્ડિયા (The Memory Guru of India)

બ્રેઈન પાવર વધારવા વિદ્યાર્થીઓ દ્વારા દવાઓનું આડેધર સેવન

Citation
, XML
Authors

Abstract

પરિક્ષાની મોસમ માથે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કંટાળો દૂર કરવા
અને યાદશક્તિ તેમ જ એકાગ્રતા વધારવા જુદી જુદી દવાઓનો વપરાશ વધતો જાય છે. ‘મેમરી પાવર’ વધારતી આ દવાનો અતિરેક જોખમી સાબિત થઈ શકે છે એ વાત વિદ્યાર્થીઓ અને વાલીઓ જેટલું જલ્દી સમજે એટલું સારું.

       એમ.બી.એ. કે એમબીબીએસની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ હોય,
            એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય કે પછી કોઈ શાળાની પરીક્ષા આપતા
            વિદ્યાર્થીઓ હોય, મોડી રાત સુધી ઉજાગરા કરી વાંચવું એ વિદ્યાર્થીઓ માટે
            જાણે ફરજિયાત બની ગયું છે. વિદ્યાર્થીઓનાં માતા-પિતા પણ તેમની
            પરિસ્થિતિને સમજી તેમની બધી જ સગવડો સાચવી લે છે.

            વિદ્યાર્થીઓને પણ પરીક્ષાના તણાવમાં વાંચતાં વાંચતાં આખી રાત ક્યારે
            પસાર થઈ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ કેટલીક વેબસાઈટો એવા
            રાસાયણિક ઘટકો વિશે માહિતી આપી રહી છે કે જે વિદ્યાર્થીઓને રાત્રે મોડે
            સુધી જાગવામાં મદદરૂપ થાય છે. દવાની દુકાને એવી પણ કેટલીક દવાઓ વેચાય
            છે જે વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવાનો દાવો કરતી હોય છે. કેટલાંક
            વિદ્યાર્થીઓ યાદશક્તિ વધારવા અને પરીક્ષામાં અવ્વલ આવવા આવી દવાઓનો અને
            સ્ટિરૉઈડ્સનો છૂટથી ઉપયોગ પણ કરવા લાગ્યા છે જે સ્વાસ્થ્ય માટે
            હાનિકારક છે.

            એક તબીબનાં જણાવ્યા મુજબ યાદશક્તિમાં વધારો કરનારી દવાઓનો ઉપયોગ
            વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસે વઘુ કરતા હોય છે. કેમિસ્ટોનું કહેવું
            છે કે આ પ્રકારની ખૂબ જ મોંઘી દવાઓ ડૉક્ટરની સલાહ વિના લેવી જોખમકારક
            છે. બીજી તરફ ડૉક્ટરો પણ એ વાતનો સ્વીકાર કરે છે કે વિદ્યાર્થીઓ
            ચોરીછૂપીથી આ યાદશક્તિ વધારનારી દવાઓનું સેવન કરતા હોય છે. ડૉક્ટરોના
            મતે આ પ્રકારની દવાઓ લેવાથી તેમના મસ્તિષ્ક પર તેની ખરાબ અસર પડે છે.
            જોકે એમાં થોડો ઘણો દોષ આપણી પરિક્ષા પઘ્ધતિનો પણ છે. અહીં તેજસ્વી
            વિદ્યાર્થી કરતાં ગોખણપટ્ટીમાં માહેર હોય તેવો સ્ટુડન્ટ વઘુ માર્ક્સ લઈ
            જાય છે!
             
            ટૂંકમાં, પરીક્ષાના દિવસે સવારમાં મોમાં ચમચી મીઠું દહી ખાઈ, શુકન કરી
            પરીક્ષા આપવાના  દિવસો હવે રહ્યા નથી. આવા શુકન કરીને પરીક્ષા આપવા
            જનારાના મે-જૂન માસમાં આવતા પરિણામોમાં સાંપડતી નિરાશાને કારણે આપઘાતના
            કિસ્સાઓ વધતાં આ પ્રથાને જુનવાણી ગણી તરછોડવામાં આવી રહી છે. આજે તો
            ધોરણ ૧૦,૧૨, હોય કે પછી મેડિકલના વિદ્યાર્થીઓ પરીક્ષાના આગળના મહિનાઓથી
            ‘મેમરી પાવર બુસ્ટ’ કરે તેવી દવાઓ પર આવી જાય છે. વિવિધ પ્રકારના
            વિટામીનની દવાઓ કે ઈન્જેક્શનથી લઈ તાણમુક્ત થવાનાં ઈન્જેક્શનો લેવા
            લાગે છે.

            છેલ્લા કેટલાક સમયથી કોલેજિયનોમાં યાદશક્તિ વધારવા મેમરી પિલ્સ લેવાનું
            ચલણ વધી રહ્યું છે. અમેરિકામાં તાજેતરમાં ૧૧,૦૦૦ જેટલા કોલેજના
            વિદ્યાર્થીઓને પર હાથ ધરવામાં આવેલા સર્વેના તારણો પરથી ખબર પડી હતી કે
            કુલ વિદ્યાર્થીઓમાંથી લગભગ ચાર ટકા જેટલા વિદ્યાર્થીઓને યાદશક્તિ
            વધારવાની ગોળીઓની લત લાગી ચુકી છે અને કેટલીક ખાસ કોલેજોમાં તો આ
            પ્રકારની દવાનું નિયમિત સેવન કરતા વિદ્યાર્થીઓનું પ્રમાણ તો પચીસ ટકા
            જેટલું ઉચું છે. ભારતમાં મુંબઈ, દિલ્હી બેંગ્લોર જેવાં શહેરોેમાં
            બ્રેઈન પાવર વધારતી દવાનું વેચાણ વઘુ જોવા મળે છે.

            ડોક્ટરો સામાન્ય રીતે વધારે પડતા હાઇપરએક્ટિવ બાળકો અથવા તો યાદશક્તિ
            ગુમાવી ચુકેલી વૃદ્ધ વ્યક્તિની સારવાર માટે આવી યાદશક્તિ વધારે એવી દવા
            પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, પણ યાદશકિત વધારવાની લાલચમાં યુવાનો
            પ્રિસ્ક્રીપ્શન વગર પણ આવી દવાનું સેવન કરવા લાગે છે.  સામાન્ય રીતે
            એન્જિનિયરિંગ કે મેડિકલના વિદ્યાર્થીઓ ગમે તે ભોગે પ્રવેશ-પરીક્ષા પાસ
            કરવા સારામાં સારી કોલેજ અને કોચિંગ ક્લાસમાં દાખલ થવા ઉપરાંત ભણતરનો
            ભાર અને રાતોના ઉજાગરાનો થાક ઉતારવા નિયમિત આવી ટીકડીઓ લેતા રહે છે.

            મેમરી વધારવાની ગોળીનું સેવન કરવાની લતની આડઅસરો વિશેના સંશોધન સાથે
            સંકળાયેલા સંશોધકો કહે છે કે ‘‘આપણું મગજ વધારે કાર્યક્ષમતાથી કામ કરી
            શકે એ માટે જાતજાતના સંશોધન થતા રહે છે, પણ આના માટે દવાનો આશરો લેવાની
            આદત ખોટી છે. યાદશક્તિ સુધારવા માટે દવાનો આશરો લેવાને બદલે યોગ્ય પોષક
            આહાર લેવાની અને રાત્રે પુરતી ઊંઘ લેવાની આદત પાડવી જોઈએ. મેમરી વધારતી
            દવાની લતને કારણે શરીરની રોજિંદી ક્રિયાઓમાં ભારે અડચણ ઉભી થાય છે અને
            આ મુદ્દો બહુ ગંભીર હોવાથી એના પર પુરતુ ઘ્યાન આપવાનું જરૂરી બન્યું
            છે.’’

            મગજની કાર્યક્ષમતા ચકાસવા માટેના એક સંશોધનના અન્ય તારણ પ્રમાણે
            વ્યક્તિની વય જેમજેમ વધતી જાય છે તેમતેમ તેની નકામી વસ્તુઓમાંથી કામની
            વસ્તુની તારવણી કરવાની ક્ષમતાનો ઘટાડો થતો જાય છે અને સાથેસાથે તેમની
            યાદશક્તિમાં પણ ઘટાડો થતો જાય છે. ગઈ પેઢીનાં મા-બાપો બાળકોને પરીક્ષા
            કે ગમે તેવી  વિકટ પરીક્ષામાં દ્રઢ મનોબળ કેળવવાનું શીખવતાં હતાં. તેને
            એવી હૈયાધારણા આપતાં હતાં કે અમે તારી સાથે છીએ. જ્યારે હાલના મા-બાપો
            બાળકોને પરીક્ષા સહિતની જીવનની જુદી જુદી ઘટનાઓમાં અગ્રેસર રહેવાની
            ઝંખના કરતા હોય છે. આ ચૂહા દોડનો પ્રારંભ બાળમંદિરની પરીક્ષાથી થાય છે.
            મા-બાપો જ એવી ઈચ્છા રાખતાં હોય છે કે પોતાનું બાળક દરેક વિષયમાં આગળ
            પડતું શ્રેષ્ઠ રહે. નાના બાળકના કુમળા માનસ પર પડતા આ ચાસ ધીરે ધીરે
            વિકસિત થતા મોટો ભય પેદા કરે છે. 

            આ વર્ષે પરીક્ષા અગાઉ જ યાદશક્તિ વધારવા તેમ જ એકાગ્રતા ટકાવી રાખવા
            મોટા ભાગે માનસિક રોગના દર્દીઓને અપાતી એન્ટિબાયોટિક્સ  દવાનો  
            વિદ્યાર્થીઓમાં ખતરનાક રીતે ઉપયોગ વધતાં તબીબી આલમમાં ચિંતાનું મોજું
            ફરી વળ્યું છે. પોતાનાં સંતાનો વઘુમાં વઘુ માર્ક્સ મેળવે તેવી ઘેલછામાં
            કેટલાક વાલીઓ  દ્વારા જ પોતાના સંતાનોને તબીબી પરીક્ષણ વિના આવી દવાઓ
            અપાતાં નિર્દોષ સંતાનોના સ્વાસ્થ્ય  સાથે વાલીઓ દ્વારા અજાણતાં ચેડાં
            થઈ રહ્યાં છે. કારકિર્દીના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવતી ધો ૧૦ અને ૧૨ની
            બોર્ડ અને કોલેજની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષાની ગંભીરતા
            વિદ્યાર્થીઓ પણ જાણતા હોઈ તેઓ પણ સમગ્ર વર્ષ દરમિયાન  કરેલા અભ્યાસનું 
            હાલમાં પુનરાવર્તન કરી વઘુમાં વઘુ યાદ રાખવાનો સખત પ્રયાસ કરી રહ્યા
છે.

            શાળા ક્લાસમાં હરીફાઈના કારણે વઘુમાં વઘુ ટકા મેળવવા માગતા
            વિદ્યાર્થીઓના માનસ પર હાલમાં પરીક્ષાનો ડર સવાર થયો છે અને તેને કારણે
            માનસિક તાણના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓમાં ‘યાદ નથી રહેતુ’ની
            સર્વસામાન્ય ફરિયાદો ઉઠી છે. પરીક્ષાના સમયે આવી ફરિયાદ  સામાન્ય છે
            અને તેના કેટલાક સરળ ઉપાયો પણ છે. પરંતુ પોતાના સંતાનોની યાદશક્તિમાં
            વધારો થાય અને પરીક્ષાના સમયે તેઓની એકાગ્રતા ભંગ ન થાય તે માટે કેટલાક
            વાલીઓ દ્વારા પોતાના સંતાનો પર જ ખતરનાક પ્રયોગો થઈ રહ્યા છે. માનસિક
            રોગના દર્દીઓને યાદશક્તિ વધારવા માટે તેમ જ એકાગ્રતા સાધવા માટે અપાતી
            એન્ટિબાયોટિક્સ દવાનો કેટલાક વિદ્યાર્થીઓએ પણ ઉપયોગ શરૂ કરી દેતાં
            શહેરમાં પણ છેલ્લા અઠવાડિયામાં આવી દવાના વેચાણમાં ભારે વધારો થયો છે.

            સામાન્ય રીતે યાદશક્તિ વધારવા અને એકાગ્રતા કેળવવા માટે શહેરમાં સિરપ
            ૩૫૦ તેમ જ મેમોરન સિરપ અને શંખપુષ્પી જેવા સિરપ અને ગોળી મોટા ભાગના
            મેડિકલ સ્ટોરમાં મળી જાય છે. પરંતુ આ ઉપરાંત માનસિક રોગ અને ઓછી
            સ્મરણશક્તિ ધરાવતા દર્દીઓને તબીબના પ્રિસ્ક્રિપ્શન પર જ અપાતી મિથાઈલ
            ફેનિડેટ, એમ-ફિટામીન, મોટાફિનિલ જેવી એન્ટિબાયોટિક્સ દવાની પણ
            પરીક્ષાના સમયે માંગ વધી હોવાનું કેટલાક જાણીતા મેડિકલ સ્ટોરના
            સંચાલકોએ નામ નહિ  જણાવવાની શરતે જણાવ્યું હતું.

            વારંવાર યાદશક્તિ ગુમાવતા માનસિક રોગના દર્દીઓ તેમ જ ગમે ત્યારે ગમે
            ત્યાં સૂઈ જતાં અને સામાન્ય પરિસ્થિતિ કરતાં વઘુ પડતું ઉંઘતા દર્દીઓ
            જને તબીબી ભાષામાં ‘એટેન્શન ડેફિસીટી હાઈપર એક્ટિવીટી ડિસઓર્ડર’ની
            બીમારી કહેવાય છે તેવાં દર્દીઓને યાદશક્તિ વધારવા તેમ જ તેઓનાં  મગજ
            ઉત્તેજિત રહે તે માટે ચોક્કસ પ્રકારની દવા તબીબો દ્વારા સૂચવવામાં આવતી
            હોય છે.   માત્ર આટલી જ જાણકારીના પગલે કેટલાક કિસ્સાઓમાં આવા દર્દીના
            પ્રિસ્ક્રિપ્શનના આધારે  વાલીઓ આવી દવાની ખરીદી કરી પોેતાના સંતાનો
            માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

            તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાની દુકાનવાળા કેવી રીતે આ પ્રતિબંધિત
            દવા વાલીઓને આપી શકે તેના પ્રત્યુત્તરમાં એક દુકાનદારે જણાવ્યું હતું
            કે ગ્રાહક તેઓના સંતાનોની યાદશક્તિ વધારવા માટે આ ખતરનાક દવાનો ઉપયોગ
            કરી રહ્યા છે તેવી જાણ હોવા છતાં મેડિકલ સ્ટોરવાળાં તેનો વિરોધ કરી
            શકતા નથી કારણ કે ગ્રાહક વાલી તબીબનું પ્રિસ્ક્રિપ્શન લઈને દુકાને આવતો
            હોઈ તેઓને દવા કોની માટે લઈ જાવ છો તેમ તેઓને પૂછી શકાતું નથી.

            જોકે આવી દવા લીધા બાદ યાદશક્તિ વધે છે કે નહિ તે દવા લેનારના પરીક્ષણ
            બાદ જાણ થાય છે. પરંતુ વિના કારણે આવી દવા લીધા બાદ મગજમાં લોહીનું
            પરિભ્રમણ ઝડપી થતું હોઈ મગજ ઉત્તેજિત રહે છે તેનાથી ઉંઘ નથી આવતી જેને
            કારણે આ દવાની આડઅસર પણ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં આવી દવાનો ઉપયોગ
            કર્યા બાદ કદાચ પરીક્ષાના સમયે જ વિદ્યાર્થીને ખેંચ આવવી, માથામાં ભારે
            દુખાવો, પેટમાં બળતરા, બ્લડપ્રેશરમાં વધઘટ થઈ શકે છે. માટે આવી દવાનો
            ઉપયોગ તબીબોના માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ તેમ જાણકારોનું માનવું છે.
   
           
           
          

 

            

 1. Knol Author Foundation-KAF
 2. The Memory Guru of India- Research &News
 3. सच्ची कविताएं- भारत के स्मृति गुरु व कवि प्रो एन एल श्रमण
 4. हिन्दी नॉल लेखक फाउंडेशन-Hindi Knol Author Foundation
 5. भारत के स्मृति गुरू-स्मृति के चमत्कार -भाग दो
 6. The Memory Guru of India- A B C of Memory Part IInd
 7. The Memory Guru of India: Periodic Table(आवर्त सारणी)
 8. Memory Guru Quotes
 9. प्रो एन एल श्रमण -मेमोरी गुरु आफ इंडिया के उत्प्रेरक लेख
 10. How to spell (U K Eng ) : The Memory Guru of India
 11. भारत के स्मृति गुरू- स्मृति के चमत्कार
 12. Memory Guru ways to improve your English- THE MEMORY GURU OF INDIA
 13. THE MEMORY GURU OF INDIA-Memory Aid
 14. The Memory Guru of India-1000 Ways to improve memory
 15. THE MEMORY GURU OF INDIA -MEMORY INTRO
 16. विद्या -भारत के स्मृति गुरू प्रो एन एल श्रमण
 17. The Memory Guru of India- Learn Urdu in 2 Days
 18. The Memory Guru of India- Rules of Memory
 19. स्मरण शक्ति कैसे बढ़ायें- भारत के स्मृति गुरू
 20. દિ મેમોરી ગૂરૂ આફ ઇન્ડિયા (The Memory Guru of India)
 21. The Memory Guru of India(عوامل النسيان و مهارات تحسين الذاكرة
 22. The Memory Guru of India- Competitions
 23. THE MEMORY GURU OF INDIA-ZEN MEMORY
 24. THE MEMORY GURU OF INDIA-LEARNING
 25. The Memory Guru of India- A B C of Memory Part I
 26. THE MEMORY GURU OF INDIA-For Aged
 27. THE MEMORY GURU OF INDIA-EXAM TENSION
 28. Medications -The Memory Guru of India
 29. THE MEMORY GURU OF INDIA-SPEED MATH
 30. THE MEMORY GURU OF INDIA-Face Recognition
 31. THE MEMORY GURU OF INDIA-Calandar
 32. THE MEMORY GURU OF INDIA-SPELLINGS